Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તર ગુજરાતમાં દરેક બેઠક પરથી કમળ ખીલશે:- અલ્પેશ ઠાકોર

  • October 28, 2022 

પાટણના સેસા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની પણ ઉપસ્થિતી રહી હતી. ગુજરાતે ભાઇ રાજ અને ગુંડા રાજ જોયુ છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી રાજયમાં શાંતી અને ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચ્યું. ઉત્તર ગુજરાતમાં દરેક બેઠક પરથી કમળ ખીલશે તેમ ક્ષત્રીય ઠાકોર સમાજના આગેવાન અને બીજેપી નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું.





આ કાર્યક્રમમાં અલ્પેશભાઇ ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું કે,આ ગુજરાતે ભાઇ રાજ અને ગુંડા રાજ જોયુ છે. આ ગુજરાતે ઘણુ ભોગવ્યું છે પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી રાજયમાં શાંતી અને ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચ્યું છે. ગુજરાતની સમજુ જનતા 27 વર્ષથી ભાજપને આશિર્વાદ આપતી આવી છે ત્યારે નવા વર્ષમા પ્રદેશ અધ્યક્ષને બાહેધરી આપીએ કે ઉત્તર ગુજરાતમાં દરેક બેઠક પરથી કમળ ખીલવશું.




આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર,જિલ્લાના અધ્યક્ષ દશરથજી ઠાકોર,સાંસદ ભરતસિંહ ડાભી,પુર્વ ચેરમેન બળવંતસિંહ રાજપુત,પુર્વ મંત્રી જયનારાયણભાઇ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં આગેવાનો પણ હાજર રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News