Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંબા સમય સુધી ચાલનાર CID શોના પ્રોડ્યુસર પ્રદીપ ઉપ્પૂરનું નિધન

  • March 16, 2023 

CID ટેલિવિઝન જગતનો સૌથી વધુ સમય સુધી ચાલનાર શો રહ્યો છે. આ શોના પાત્રો આજે પણ ફેન્સના હૃદયમાં જીવિત છે. આ શો ટેલિવિઝન પર 20 વર્ષો સુધી ઓન એર હતો. આ શોનો લાસ્ટ એપિસોડ 27 ઓક્ટોબર 2018નાં રોજ ટેલીકાસ્ટ થયો હતો. આ શોને ફેન્સ તેમનાં પરિવાર સાથે ખુબ એન્જોય કરતા હતા. આટલા લાંબા સમય સુધી CID જેવા શો દ્વારા દર્શકોને એન્ટરટેનમેન્ટ કરનાર શોના પ્રોડ્યુસર પ્રદીપ ઉપ્પૂરનું નિધન થઈ ગયું છે. પ્રદીપ ઉપ્પૂરે અંતિમ શ્વાસ સિંગાપુરમાં લીધો હતો, તે લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. શિવાજી સાટમ ઉર્ફે ACP પ્રદ્યુમ્નએ તેમનાં ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પ્રોડ્યુસરના નિધનની માહિતી આપી હતી.





તેમણે એક ફોટો ટ્વીટ કરતા લખ્યું, પ્રદીપ ઉપ્પૂર મારા મિત્ર જે હંમેશા હસતા, ઈમાનદાર અને બેબાક, દિલના ખૂબ જ સાફ, બોસ તમારા જવાની સાથે મારા જીવનનો એક ખૂબ જ શાનદાર અધ્યાય સમાપ્ત થયો છે. તેમજ લવ યુ અને હું તને ખૂબ મિસ કરી રહ્યો છું'. શિવાજી સાટમે પ્રોડ્યુસર પ્રદીપના નિધનની જાણ કરતા શોક વ્યક્ત કર્યો હતો. ટેલિવિઝન શો CID સિવાય પ્રોડ્યુસર પ્રદીપ ઉપ્પૂરે નેલ પોલિશ અને અર્ધ સત્ય જેવી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી હતી. CIDનો પ્રથમ એપિસોડ 21 જાન્યુઆરી 1998ના રોજ પ્રસારિત થયો હતો. જયારે વર્ષ 2018માં આ શોને બંધ કરવાના સમાચાર આવ્યા ત્યારે શોના ફેન્સ ખુબ જ દુખી થયા હતા. 20 વર્ષ સુધી ટેલિવિઝન પર રાજ કરનાર આ શોએ ઘણાં એક્ટર્સને પોતાની પ્રતિભા બતાવવાની તક આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News