રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબીર ખાતે વકીલ બાર એસોસિએશનના સહયોગથી લોકઅદાલત યોજાઇ હતી. જેમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરેકક્ષાના કેસોની લોક અદાલતમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં ૩૩૧૬, લોક અદાલતમાં ૧૦૭૫ તથા સ્પેશીયલ સીટીંગમાં ૭૩૩૮ મળી કુલ ૧૧૭૨૯ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે."લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત." આ લોક અદાલતોમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500