Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અણુમાલા ટાઉનશીપ ખાતે એક સાથે બે મકાનનાં તાળા તૂટ્યા, ત્રીજા મકાનમાં ચોરીનો થયો પ્રયાસ

  • December 17, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઉંચામાળા અણુમાલા ટાઉનશીપ ખાતે એક સાથે બે મકાનનાં તાળા તોડી ત્રીજા મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોર ઈસમની શોધખોળ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ,તાપી જિલ્લાનાં ઉંચામાળા અણુમાલા ટાઉનશીપ ખાતે મકાન નંબર ડી/૨૮/૦૧માં રહેતા કપિલભાઈ  હરસુખરાય જોષી (મૂળ રહે.ગોંડલ, યોગીનગર સોસાયટી, મેઘનાથ મંદિરવાળી શેરી અક્ષરમંદિર સામે)નાંઓનાં મકાનમાંથી ગત તારીખ ૧૪/૧૨/૨૦૨૪નાં રોજ તેમના મકાનનાં મુખ્ય દરવાજાનું તાળું તથા ઈન્ટરલોક કોઈ સાધન વડે અથવા અન્ય રીતે તોડી મકાનમાં પ્રવેશ મેઈન બેડરૂમમાં રાખેલ પતરાના કબાટનાં દરવાજાને કોઈ સાધનોથી ખોલી નાખ્યો હતો. તેમજ કબાટમાં રહેલ નાના લોકરને પણ તોડી તેમાં મુકેલ જુના ધાતુનાં આશરે ૧૦ સિક્કા તથા ચાંદીનાં ૭ સિક્કા હતા જે અજાણ્યો ચોએ ઈસમ ચોરી કરી લઈ જવામાં સફળ રહ્યો હતો તેમજ મકાન નંબર ડી/૨૭/૦૨માં રહેતા પંકજભાઈ આર. પ્રજાપતિ અને મકાન નંબર ડી/૧૭/૦૨માં રહેતા બીપીનભાઈ એમ. સોલંકી નાંઓના મકાનનાં પણ તાળા તૂટ્યા હતા. બનાવ અંગે કપિલ હરસુખરાય જોષીનાંએ તારીખ ૧૫/૧૨/૨૦૨૪નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application