Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈની જીઇબી કોલોનીમાં એકજ રાતમાં ચાર મકાનના તાળા તૂટ્યા, ભૂરીવેલ માંથી ૨ બાઈક ચોરાઈ

  • January 31, 2024 

સોનગઢનાં ઉકાઈની જીઇબી કોલોનીમાં એકજ રાતમાં ચાર જુદાજુદા મકાનના તાળા તૂટ્યા છે જયારે ચોરીના અન્ય એક બનાવમાં ભૂરીવેલ માંથી ૨ બાઈક ચોરાઈની હોવાની ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે નોંધાઈ છે. સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું જીઇબી કોલોનીમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. અજાણ્યા ચોરટાઓએ ચારથી વધુ મકાનના તાળા તોડી સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂપિયા ૬૪ હજારથી વધુની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.મળતી માહિતી પ્રમાણે સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી જીઇબી કોલોનીમાં તા.૨૯મી જાન્યુઆરીની રાત્રીએ મકાન નંબર ટાઈપ-૩/૧૫, ટાઈપ-૩/૧૬,ટાઈપ-૩/૨૬ અને ટાઈપ-૨/૬૭ રૂમોના દરવાજાના નકુચો અજાણ્યા ચોરટાઓએ તોડ્યો હતો.



કિશોરભાઈ ચતુરભાઈ જોશીના મકાનના રૂમમાં તેમજ અન્યના રૂમોમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૬૪,૪૦0/-ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા. આ મામલે ઉકાઈ પોલીસ દ્વારા કિશોરભાઈ ચતુરભાઈ જોશીની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઇસમ સામે ગુન્હો નોંધી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે ચોરીના અન્ય એક બનાવમાં તા.૨૮મી જાન્યુઆરીની રાત્રીએ ભૂરીવેલમાં આવેલ પરમેનેન્ટ કોલોની રૂમ નંબર ૩બી/૧ માં રહેતા પ્રકાશભાઈ મહેશસિંગભાઈ રાજપૂત નામના શખ્સની હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર જીજે/૧૯/કે/૯૪૫૧ તથા તેમની સામે રહેતા કૃષ્ણકાંતભાઇ અશોકભાઈ બાવીસ્કરનાઓની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો નંબર જીજે/૨૬/બી/૫૭૪૩ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ પ્રકાશભાઈ રાજપૂતે ઉકાઈ પોલીસ મથકે નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application