ગુજરાતમાં રોજ ઘણા લોકો છે જેઓ ટ્રેન દ્વારા અપડાઉન કરતા રહે છે તેમજ અન્ય લોકો પણ ટ્રેનોમાં મુસાફરી કરે છે. ત્યારે અપડાઉન કરનારા લોકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયું કે, મેગા બ્લોકને કારણે આજે અમદાવાદથી જતી-આવતી કેટલીક લોકલ ટ્રેનોનું તેમજ લાંબા અંતરની ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે અન્ય લાંબા અંતરની અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી પડી શકે છે. જયારે અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે.
વડોદરાના બાજવા સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લોકને લીધે અમદાવાદથી જતી-આવતી 12 જેટલી લોકલ ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક ટ્રેનોને પણ અસર પડશે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના બાજવા સ્ટેશનની લાઈન નં. 1,2 અને 3 ને કરચિયા યાર્ડથી સીધી કેનેક્ટિવિટી આપવા માટે આ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબા અંતરની 4 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા અંતરની અન્ય કેટલીક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી પડવાની શક્યતા છે.
જયારે આ ટ્રેનો પૂર્ણરૂપે રદ કરવામાં આવી હતી...
વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ,
અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ,
વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ,
અમદાવાદ-વડોદરા પેસેનજર સ્પેશિયલ,
અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ,
વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ,
અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ,
વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ,
ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ,
અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ,
વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ અને
આંણદ-અમદાવાદ મેમૂ સ્પેશિયલ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500