વલસાડ શહેર સહિત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગત મોડી રાત્રે વલસાડ શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ આજે સવારે વાપીમાં વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પહોંચી છે અને લોકોને પણ ગરમીમાંથી થોડી રાહત મળી છે. વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગત મધ્યરાત્રી તેમજ સવારે અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે અચાનક વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા. તેમજ વાહનોની ગતિ થંભી ગઈ હતી. વલસાડ શહેર સહિત જિલ્લાનાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડતાં સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને અચાનક વરસાદ પડતાં લોકોએ પણ વરસાદની મઝા માણી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application