ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ એકશન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.કેબિનેટની મળેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા મુજબ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
રાજ્ય ચૂંટણીપંચે દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા હતા. ગયા મહિને સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યની 79 નગરપાલિકાઓને બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application