Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના સ્થાનિક વાહન ચાલકોને ટોલ માંથી મુક્તિ મુદ્દે સ્થાનિક ભાજપ સંગઠન નિષ્ફળ !!

  • October 12, 2021 

સોનગઢના માંડળ ખાતે કાર્યરત ટોલનાકુ શરૂઆતથી જ વિવિદમાં રહ્યું છે,જીલ્લાના સ્થાનિક વાહનચાલકોને ટોલટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે અનેક રજૂઆતો થઇ અંદોલનો થયા,ચક્કાજામ પણ કરવામાં આવ્યા તેમછતાં ટોલનાકાના સંચાલકો યેનકેન પ્રકારે જબરન ટોલટેક્સ વસુલાતની કામગીરી કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.મંડળ ટોલનાકાના સંચાલકો જીલ્લા ભાજપ સંગઠન, પોલીસ, વહીવટીતંત્રને પણ ગાંઠતા ન હોવાની ચર્ચાએ પંથકમાં એકવાર ફરી જોર પકડી છે. જોકે સ્થાનિક વાહન ચાલકોને ટોલ માંથી મુક્તિ મુદ્દે સ્થાનિક ભાજપ સંગઠન નિષ્ફળ રહ્યું હોવાનું પણ કેટલાક લોકો જણાવી રહ્યા છે,

 

 

 

 

તાપી જીલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર સોનગઢના માંડળ ખાતે કાર્યરત ટોલનાકા પરથી અવરજવર કરતા જીજે-૨૬પાર્સીંગના વાહનો ટોલટેક્સ માંથી મુક્તિ આપવાનો નિર્ણય જીલ્લા વહીવટીતંત્ર/ જીલ્લા ભાજપ દ્વારા લેવામાં આવ્યો હોવાછતાં સ્થાનિક વાહનચાલકો પાસેથી યેનકેન પ્રકારે વોટીંગકાર્ડ અને ગાડીની આરસી બુકની માંગણી કરી સ્થાનિક વાહન ચાલકોને સતત હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.

 

 

 

 

સલામત માર્ગ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી સોમા આઈસોલેક્સ કંપનીના જવાબદાર સંચાલકો સમયસર માર્ગ ઉપર પડેલા ખાડાઓનું પુરાણ પણ કરતા ના હોય જેના કારણે નિર્દોષ વાહનચાલકોએ અકસ્માતનો ભોગ બનવું તો પડતું જ છે.સ્થાનિકો વાહન ચાલકોને ટોલ ટેક્સ માંથી મુક્તિ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી અને ટોલનાકાના સંચાલકો દ્વારા માત્ર અને માત્ર લોલીપોપ પકડાવી મામલો રફેદફે કરવામાં આવ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

 

 

 

 

આપને અહી એ પણ જણાવી દઈએ છીએ કે, ગત ઓગસ્ટ માસમાં જિલ્લા બીજેપી ના આગેવાનોની કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગ થયા બાદ ત્રણ મહિના માટે (જીજે/૨૬) પાર્સીંગ સ્થાનિકો માટે ટોલ મુક્તિનો નિર્ણય લેવાયો હતો,તેમ છતાં માંડલ ટોલ દ્વારા સ્થાનિક વાહનોને ટોલ ફ્રી નહીં કરવામાં આવતા જિલ્લા ભાજપ સંગઠન અને સ્થાનિક આગેવાનો દ્વારા ટોલ નાકા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો અને તાપી કલેકટર અને પોલીસ વિભાગની દરમ્યાનગિરીથી સ્થાનિકોને ટોલ મુક્તિ આપતા આંદોલન સમેટયું હતું,જોકે ભાજપ ના રાજમાં ભાજપ દ્વારા જ ચક્કાજામ કરાતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 

 

 

 

 

જોકે ટોલનાકાના સંચાલકો દ્વારા કોઇપણ પ્રકારની લેખિત બાહેંધરી આપવામાં આવી ના હતી કે પછી સ્થાનિક વાહનચાલકોને ટોલ મુક્તિ માટેના બેનર/હોડીંગ પણ મુકવામાં આવ્યા નથી.જેના કારણે ફાટી ધુમાડે ચઢેલા ટોલનાકાના સંચાલકોએ એકવાર ફરી પાછું સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસુલાત કરવાનું શરુ કર્યું છે. જેના કારણે સ્થાનિક ભાજપ સંગઠન સહિત પ્રસાસનની કામગીરી ઉપર મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે, અત્રેઉલ્લેખનીય છેકે, મંત્રીશ્રી નીતિન ગડકરી એ પોતાના એક સંબોધનમાં જણાવ્યું હતું કે, ટોલ કાયમ માટે બંધ કરી ન શકાય. ટોલની રકમમાં વધઘટ કરી શકાય. જો તમારે સારા રસ્તા જોઈતા હોય તો તમારે ટોલ ટેક્સ ચુકવવા પડશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application