Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનનાં નવા વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસ કે રિશિ સુનકની નિમણૂક લંડનને બદલે સ્કોટલેન્ડમાં થશે

  • September 01, 2022 

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય બ્રિટનનાં નવા વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસ કે રિશિ સુનકની નિમણૂક લંડનને બદલે સ્કોટલેન્ડમાં કરશે તેમ બકીંગહામ પેલેસના સૂત્રોએ જણાવ્યું છે. 96 વર્ષીય મહારાણીને તેમની ઉંમરને કારણે લંડન સુધી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સોમવારે બ્રિટનના નવા વડાપ્રધાનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યા પછી બીજા દિવસે મંગળવારે મહારાણીના બાલમોરલ કેસલના નિવાસ સ્થાને નવા વડાપ્રધાનના નિમણૂકનો સમારંભ યોજવામાં આવશે.




જેમાં રોયલ પરંપરાની વિરુદ્ધ પ્રથમ વખત નવા વડાપ્રધાનની નિમણૂક લંડનની બહાર થશે. મંગળવાર સવારે બોરિસ જોહ્નસન પોતાનું રાજીનામું મહારાણી એલિઝાબેથ દ્વિતીયને સોંપશે. ત્યારબાદ તે નવા વડાપ્રધાનનું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બ્રિટનના નવા વડાપ્રધાનની નિમણૂક ઇંગ્લેન્ડમાં લંડનના બકીંગહામ પેલેસ અથવા બર્કશાયરના વિન્ડસર કેસલ રેસિડન્સમા થતી હતી.




જોકે આ વખતે વધારે ઉંમરને કારણે મહારાણીએ સ્કોટલેન્ડમાં જ રહેવાનું નક્કી કર્યુ છે. છેલ્લા એક વર્ષથી બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય ઉંમરને લગતી સમસ્યાઓનો સામનો કરી રહી છે. ખરાબ તબિયતને કારણે તેમણે છેલ્લા કેટલાક સમયમાં અનેક કાર્યક્રમો રદ કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application