સુરતના ઉન વિસ્તારમાં ભાજપના નેતાની હત્યા એક સસ્પેન્ડેડ એઆઈએએ કરતા ચકચાર મચી ગઈ છે. ભાજપના નેતા પોતાની વેવાણ મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયા હતા, પરંતું એએસઆઈએ ભાજપના નેતાને મુક્કો મારતા તેમની લિવર અને કિડની ફાટી ગઈ હતી. જેથી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. સુરતમાં સસ્પેન્ડેડ રોનક હિરાણીએ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમભાઈ સાથે ઝગડો કર્યો હતો.
સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી. જેથી સલીમભાઈ અને તેમનો પુત્ર સસ્પેન્ડેડ પોલીસના ઘરે તેને સમજાવવા ગયા હતા. વેવાણ અંગે બીભત્સ પોસ્ટ મુદ્દે સમજાવી રહ્યા હતા, ત્યારે રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યા હતી. આ ઘટનામાં સલીમભાઈના મુક્કો મારતા લિવર-કિડની ફાટી ગયા હતા. આ બાદ ભાજપના નેતા સલીમભાઈનું મોત નિપજ્યું છે. 15 દિવસ બાદ સલીમભાઈના પુત્રના લગ્ન હતા, ત્યારે ઘરમાં હવે માતમ ચવાયો હતો.
ભેસ્તાન પોલીસે આરોપી પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સલીમના ભાઈની પત્ની સાથે રોનક લિવ ઇન રિલેશનમાં રહે છે. બંનેએ તાજેતરમાં એગ્રીમેન્ટ કરાર કર્યા હતા. તો બીજી તરફ, એએસઆઈ રોનક હિરાણી તાજેતરમાં સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. જેના બાદ રોનકની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500