Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં બેડારાયપુરા ગામે કાર્ટિંગ થનાર હજારો રૂપિયાનો દારૂ મળી આવ્યો, ત્રણ વોન્ટેડ

  • December 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં બેડારાયપુરા ગામના આશ્રમ ફળિયામાં કારમાં દારૂ લાવી કાર્ટિંગ થનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્થળ ઉઓર આવી દારૂ ભરેલ કારને કાર્ટિંગ પહેલા જ પોતાના કબ્જે કરી લીધી હતી, જયારે પોલીસ રેઈડ જોઈ સ્થળ ઉપરથી ભાગી છૂટનાર ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બેડારાયપુરા ગામના આશ્રમ ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના કબ્જાની ફોર વ્હીલ કારમાં ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂ તેમાં લાવી પોતાના ઘર પાસે ઇંગ્લિશ દારૂનું કાર્ટિંગ કરનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર જઈ રેઈડ કરતા અંધારામાં ગાડીનો પ્રકાશ જોઈ અલ્ટો ફોર વ્હીલ કાર નંબર GJ/15/PP/2509 પાસે ત્રણ ઈસમો ઉભા હતા તે ભાગવા લાગ્યા હતા જોકે પોલીસ કર્મચારીએ તેમાંથી એક ઈસમને ઓળખી કાઢ્યો હતો.




જયારે અન્યું બે ઈસમોને જોતા તે અજાણ્યા લગતા આમ સ્થળ ઉપરથી પોલીસ રેઈડ જોઈ ત્રણ ઈસમો ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે કાર પાસે આવી તપાસ કરતા કારના પાછળના ભાગે તથા દરવાજામાં ચોરખાનું બનાવી તેમાં અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂની છૂટી 425 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 33,550/- હતી. આમ પોલીસે સ્થળ ઉપરથી કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 11,35,50/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સ્થળ પરથી નાસી જનાર કારનો ચાલક રાકેશભાઈ અમૃતભાઈ પટેલ (રહે.બેડારાયપુરા ગામ, આશ્રમ ફળિયુ,ડોલવણ) તથા બીજા બે અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application