ચીખલી તાલુકાના ગામડાઓથી મહુવા તાલુકાની બોર્ડરનાં ગામડાઓને જોડતા સણવલ્લા ગામથી વેલણપુર ગામ જતા સ્ટેટ હાઈવે પર દારૂ ભરીને ખેપ મારી રહેલી બે કારમાંથી પોલીસે રૂ.૪.૭૭ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી દારૂ અને કાર મળી કુલ ૧૭.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના સણવલ્લા ગામથી વેલણપુર ગામ તરફ જતા રોડ ઉપર એક બ્લુ કલરની સ્વીફટ કાર તથા એક કાળા કલરની ક્રેટા કારની પોલીસે તપાસી લેતા આ બંને કારના ચાલકો પોલીસને જોઈને કાર છોડી ભાગી છુટયા હતા. આમ, પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાંડની વ્હિસ્કીની બોટલો તથા ટીન બિયર કુલ નંગ ર,૫૨૮ જેની કિંમત રૂપિયા ૪,૭૭,૯૨૩ તથા બંને કારની કિંમત રૂપિયા ૧૩ લાખ મળી કુલ્લ રૂપિયા ૧૭,૭૭,૯૨૩/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો જયારે પોલીસે ભાગી છુટેલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500