મનિષા એસ.સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના માર્ગો દારૂની હેરાફેરી કરતા બુટલેગરો માટે આશીર્વાદ સમાન બન્યા છે.તાપી જિલ્લાની સરહદને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યમાંથી તાપી જિલ્લાના માર્ગે બારડોલી,માંડવી,સુરત સહિતના વિસ્તારોમાં મોટાપાયે ઈંગ્લીશદારૂ સપ્લાય કરાય છે,તેમાં શંકાનો કોઈ સ્થાન નથી. જોકે તાપી પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ તા.૮મી જુલાઈ સોમવાર નારોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઈ.ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ જગદીશભાઈ જોરારામને સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના જામકી ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપરથી પસાર થતી એક બોલેરો પીકઅપ નંબર એમપી/૧૩/ઝેડ/૩૬૫૧ને ઝડપી પાડી તપાસ હાથ ધરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના દારૂના બોક્ષ નંગ ૫૪ જેમા બાટલી નંગ-૨૦૧૬ જેની કુલ કિં.રૂ! ૧,૨૯,૬૦૦/- ના પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.આ બનાવમાં પોલીસે બોલેરો પીકઅપનો ડ્રાઇવર (૧) શિવરામ લકડીયા ઠાકુર રહે.રાયખેડા કુંજરવાદા તા.પાનસેમલ જી.બડવાની(MP) તથા કલીનર (૨) પવન જયસિંગ જાધવ રહે.સુરાની પો.સ્ટ ચારરીયા તા.સેંઘવા જી.બડવાની(MP),બંને જણાની અટકાયત કરી ઈંગ્લીશદારૂ અને બોલેરો પીકઅપ મળી કુલ રૂપિયા ૫,૩૯,૬૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો. જયારે ઇગ્લીશદારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર એક (૧) આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500