Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના જામણકુવા-ખાંજર ગામના માર્ગ પરથી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

  • May 14, 2023 

સોનગઢના જામણકુવા-ખાંજર ગામના માર્ગ પરથી મોપેડ પર લઇ જવાતો ઈંગ્લીશદારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જોકે મોપેડ ચાલક નાશી છુટ્યો હતો.


મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના જામણકુવા-ખાંજર ગામના માર્ગ પરથી ચોકડી પાસેથી એક એકટીવા મોપેડ ગાડી નંબર જીજે/૨૬/એસી/૨૧૮૧ ને પીછો કર્યો હતો,જોકે મોપેડ ચાલકે અંધારાનો લાભ લઇ મોપેડ મૂકી નાશી છુટ્યો હતો, સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા એક પ્લાસ્ટિકના કોથળામાં તથા મોપેડ ગાડીના સીટ નીચેથી તેમજ ડીકીમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ ૨૪૦ જેની કિંમત રૂપિયા ૧૨,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો, આ બનાવમાં સોનગઢ પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂ મોપેડ ગાડી મળી કુલ રૂપિયા ૪૨,૦૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application