મુંબઈનાં જુહુમાં સાગરતટ પર દર વર્ષની જેમ આ વખતે પણ તારીખ 30મી ઓક્ટોબરનાં રોજ છઠપૂજા ઉત્સવની મોટાપાયે ઉજવણી થવાની છે. આ કારણસર જુહુ અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનની હદમાં તા.30મી ઓક્ટોબરે બપોરે 2 વાગ્યાથી તા.31મી ઓક્ટોબરે મધરાતે 1.30 વાગ્યા દરમિયાન દારૂનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે જુહુ અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આબકારી ખાતાના પરવાનાધારક દારૂ વિક્રેતાઓ તેમ જ અન્ય કોઈ પણ પ્રકારે શરાબનું વેચાણ કરનારાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોલીસના આદેશનું પાલન નહીં કરે તેની સામે કડક પગલાં લેવામાં આવશે અને પરવાના રદ કરવામાં આવશે, એવી તાકીદ કરવામાં આવી છે. છઠ્ઠપૂજાને દિવસે મુંબઈમાં વસતા હજારો બિહારીઓ જુહુ બીચ પર ઉમટી પડે છે અને આથમતા અને ઉગતા સૂર્યની પૂજા કરે છે. અમુક અંશે ઉત્તર ભારતીયો પણ છઠ્ઠ પૂજામાં સામેલ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application