મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં સિંગી ફળીયામાંથી લિસ્ટેડ બુટલેગરનાં ઘરેથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. મળતી માહિતી મુજબ વ્યારા પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારના રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી વ્યારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા સિંગી ફળિયામાં રહેતો પ્રોહી. લીસ્ટેડ બુટલેગર અનિલભાઈ વિનોદભાઈ ઢોડિયા નાઓ પોતાના ઘરે દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર પહોંચ્યા હતા જયા લિસ્ટેડ બુટલેગર ઘરે હાજર મળ્યો ના હતો. ત્યારબાદ પોલીસે ઘરમાં તથા ઘરની આજુબાજુ તપાસ હાથ ધરતા ઘરની પાછળ સંતાડી રાખેલ એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી લીસ્ટેડ બુટલેગર ઘરે હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application