Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરવાવદૂર ગામે પોલીસ રેઈડમાં દારૂની બોટલો મળી

  • May 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ તાલુકાનાં ઉમરવાવદૂર ગામનાં બંગલી ફળિયામાંથી એક મહિલાનાં ઘરે પોલીસ રેઈડ કરતા દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે હાજર ના રહેનાર મહિલા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ ખાનગી વાહનમાં બેસી ડોલવણ ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા ઉમરવાવદૂર ગામનાં બંગલી ફળિયામાં આવતા ખાનગી રાહે બાદમી મળી હતી કે, એક મહિલા કપિલાબેન મનુભાઈ ગામીત નાઓ પોતાના ઘરે વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર જઈ રેડ કરતા ત્યાં કોઈ હાજર નહિ મળી આવતાં અને ઘર ખુલ્લું જોવા મળ્યું હતું જેથી પોલીસ સ્ટાફના માણસોએ ઘરમાં તથા ઘરની આજુબાજુ તપાસ કરતા ઘરની પાછળની પજારીમાં એક કાપડની થેલીમાં ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી કમલેશભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઘરે હાજર નહિ રહેનાર મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application