વડોદરા શહેરના ઝોન 4માં આવતા ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2019થી 24 દરમિયાન ઝડપાયેલા 3.5 કરોડના દારૂ અને બિયરના જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવીને વિધિ સર નાશ કરાયો હતો. સ્થળ પર ડીસીપી પન્ના મોમાયા એસી.પી એમ.પી.ભોજાણી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.આઇ હાજર રહ્યા હતા. વડોદરા શહેરના ઝોન 4 વિસ્તારમાં આવતા વારસિયા બાપોદ સીટી અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019-24 સુધી 200થી વધુ દારૂના કેસોમાં કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ દરમિયાન રૂપિયા 3.5 કરોડના હજારો લિટર દારૂ-બિયરના ટિન પર ઝડપાયા હતા.
દરજીપુરા વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં દારૂનો જથ્થા પર બુલડોજર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ડી.સી.પી પન્ના મોમાયા એસી.પી એમ.પી.ભોજાણી અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.આઇની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો. વડોદરા પોલીસ ઝોન-4ના ડિસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે વારસિયા, બાપોદ, સિટી, હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચર વાળી જમીનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500