Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનું લિક્વિડ કોકેન જપ્ત કરાયું

  • November 25, 2022 

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ તસ્કરીથી લવાયેલું 20 કરોડની કિંમતનું લિક્વિડ કોકેન જપ્ત કર્યું હતું. દારૂની બોટલમાં આ લિક્વિડ કોકેનની તસ્કરી કરવામાં આવી રહી હતી. ભારતમાં લિક્વિડ કોકેન પકડાયું હોય તેવો આ કદાચ પહેલો જ કિસ્સો છે. બોટલ સાથે આ કોકેનનું વજન સાડા ત્રણ કિલો બતાવવામાં આવ્યું છે. DRIનાં અધિકારીઓ અનુસાર તેમને એવી ગુપ્ત માહિતી મળી હતી કે, અદીસઅબાબાથી લાગોસ થઈ મુંબઈ આવી રહેલ એક વ્યક્તિ પાસે અમૂક કેફી દ્રવ્યો છે.




આ વ્યક્તિ બાબતની જાણ થયા બાદ DRIની ટીમે એરપોર્ટ પર ચોક્સાઈ વધારી એક શકમંદને તાબામાં લીધો હતો. તેના સામાનની ઝડતી લેવામાં આવતા તેમાંથી એક-એક લીટરની એમ બે વ્હિસ્કીની બોટલ મળી આવી હતી. ડ્રગ ડિટેક્શન કીટની મદદથી આ બોટલના પ્રવાહીને તપાસવામાં આવતા તેના કોકેન હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બંને બોટલનું વજન 3.50 કિ.ગ્રા. હોવાનું જાણવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગની કિંમત અંદાજે 20 કરોડ જેટલી થતી હોવાનું DRIનાં સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું. આ સંદર્ભે DRIનાં સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, લિક્વિડની બોટલમાં મિક્સ કરીને લવાતા કોકેનનો આ જથ્થો પકડવો સરળ નહોતો. DRIએ તસ્કરોની આ યુનિક મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી કોકેનનો આ જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટના બાદ DRIએ વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application