Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને લગન્ની લાલચ આપી પ્રેમીએ ગર્ભવતી બનાવી,પોલીસ મથકે બનાવ નોંધાયો

  • December 18, 2020 

લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમીઍ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

 

 

 

લિંબાયક પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતા સગીરાના પરિવારે ગઈકાલે બુધવારે ગણેશ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપી ગણેશે સગીરાને ઓક્ટોબર મહિનામાં તેના પ્રેમજાળમાં ફસાવી હતી. અને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર તેમના વાલીપણામાંથી અપહરણ કરી તેના ઘરે લઈ જઈ તેણીની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી હતી.

 

 

પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ લઈ ગણેશ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application