Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત પાલિકાના લિંબાયત ઝોને માનદરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું

  • July 08, 2024 

સુરતનાં સચિન વિસ્તારમાં પાલી ખાતે 6 માળની મકાન હોનારતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યાની દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છે. શનિવારની દુર્ઘટનાને પગલે સુરત પાલિકાના લિંબાયત ઝોને માનદરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું છે. સોમવારે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી.


સચીન પાલી મકાન હોનારત બાદ પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહી આવવાનો નિર્ણય કરી લીધો છે. લાંબા સમયથી રીંગરોડ માનદરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડીંગ છે. રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબુરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું. પરંતુ પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી.


સુરત પાલિકાના લિંબાયત ઝોને આજે 150 પોલીસનો બંદોબસ્ત અને 200થી વધુ પાલિકાના કર્મચારીઓ, સિક્યુરિટી સહિતનો સ્ટાફ સાથે માનદરવાજા ટેનામેન્ટ પહોંચી ગયા હતા. સવારથી જ પાલિકાએ આ જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી હતી. ગરીબ અસરગ્રસ્તોએ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી જ મકાન ખાલી કરીશું તેવી માગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ જોખમ લેવા માગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application