રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે તારીખ 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આજથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યનાં કયા જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગુરુવારે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજ્યમાં આવતી કાલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આવતી કાલે રાજ્યનાં ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં મેઘગર્જનાની સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. તારીખ 28 ડિસેમ્બરે રાજ્યનાં અમરેલી, ભાવનગર, છોટ ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500