Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે ઝાપટાં, વઘઈમાં નોંધપાત્ર પોણો ઈંચ વરસાદ

  • August 17, 2021 

દક્ષિણ ગુજરાતમાં અડધું ચોમાસું પૂરું થવા આવ્યું ખેડૂતો કાગડોળે આકાશ તરફ વરસાદની મીટ માંડીને બેઠા છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે થી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વીતેલા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માત્ર ૧૩ તાલુકામાં હળવાથી ભારે ઝાપટાં રૂપે વરસાદ વરસ્યો છે માત્ર નોંધપાત્ર ગણી શકાય એવો વલસાડ અને ગણદેવીમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

 

 

 

 

 

આ અંગે વધુ વિગતો મુજબ, આ વખતના ચોમાસે સમયથી વધુ વરસાદ ખેંચાયો છે કેલેન્ડર મુજબ અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક વિસ્તાર મુજબ વરસાદની ઓછીવત્તી ખાદ્ય પડી છે. વરસાદના અભાવે જમીનની તિરાડો પરથી જમીનની ભૂખ સમજી શકાય છે પવન અને તડકો ભેજ ચૂકવી રહ્યો છે. વરસાદ ખેંચાવાથી ધરતી પર પડેલી તિરાડો હવે તો ધરતીપુત્રોના હૈયા પર કોતરાઈ રહી છે. ધરતીની તિરાડો જ વલસાદની વરવી વાસ્તવિકતા દર્શાવી રહી છે.

 

 

 

 

 

બીજી તરફ હવામાન વિભાગે ૧૮મી થી ૨૦મી સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ધરતીપુત્રો આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે ક્યારે વરસાદ આવશે જોકે દક્ષિણ ગુજરાતમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન માત્ર ૧૩ તાલુકામાં હળવાથી ભારે ઝાપટાં નોંધાયાં છે. જે વરસાદ ધરતીની બુક સંતોષી શકે તેમ નથી. વરસાદના અભાવે આગામી દિવસો આકરા આવવાનો ભય પેદા થયો છે સુરત જિલ્લામાં બે દિવસથી મેઘરાજા આવીને બેઠા છે. નવસારીમાં માત્ર દેવી અને ખેરગામ તાલુકામાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લામાં વલસાડ અડધો ઈચ જ્યારે ઉમરગામ કપરાડા ધરમપુર અને વાપીમાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો માત્ર વઘઈમાં આજે સવારે પોણો ઇંચ વરસાદ નોંધાયો છે તાપી જિલ્લામાં કુકરમુંડા વાલોડ અને ડોલવણમાં સામાન્ય જાપ્તા સિવાય અન્ય તાલુકાઓ કોરા ધાકોર રહ્યા છે.

 

 

 

 

 

આજથી મઘા નક્ષત્રનો પ્રારંભ, મઘા નક્ષત્રમાં વરસતું જલ મૂલ્યવાન

વરસાદના અભાવે ધરતીપુત્રોના હૈયે કોતરાઈ રહી છે તિરાડો જ્યારે ગત મોડી રાત્રીથી નક્ષત્રની વાત કરવામાં આવે તો મઘા નક્ષત્ર બેઠું છે અને આગામી ૩૦મી ઓગસ્ટના રોજ આ નક્ષત્ર પૂરું થશે ખેડૂતોના મતે પુષ્ય નક્ષત્રમાં વરસતુ પાણી જેમ પોષક મનાય છે એટલે જ અમૃત જલ ગણાય છે એ રીતે મઘા નક્ષત્રમાં વરસેલું પાણી મીઠું જળ ગણાય છે. જો વરસે મઘા તો થાય ધાનના ઢગલા પુષ્યનું પાણી જેમ પીવા માટે સચવાય એવી રીતે મઘા નક્ષત્રનું પાણી પણ વર્ષ દરમિયાન માટે ઘણા લોકો સાચવી રાખતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત વર્ગના લોકો આ નક્ષત્રમાં વરસેલું પાણી સીધું કોઈક વાસણમાં સંગ્રહ કરી લેતા હોય છે. આ પાણી આખો માટે ઔષધિ સમાન ગણાય છે. જેથી ખેડૂતો પણ આ નક્ષત્રમાં વરસાદ વધશે એની રાહ જોઈને બેઠા છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application