Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Court order : બે વર્ષ પહેલા રૂપિયાની ઉઘરાણી મુદ્દે થયેલ બોલાચાલીમાં છરીનો ઘા મારી હત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

  • October 31, 2023 

ધોરાજીમાં આજથી બે વર્ષ પહેલા ઉપલેટામાં સિકંદર નામની વ્યક્તિ સાથે રૂપિયા 2,400/-ની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલીમાં છરીનો ઘા મારી હત્યા થવાનો બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં અદાલતે રોહિત દિપક મકવાણા અને દયાલસિંગ કેવલસિંગ સરદારને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અદાલતે ફટકારી છે અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. બનાવની વિગત એવી છે કે, ગત તારીખ 30/10/2023ના ફરીયાદી ઝરીનાબેન મરહુમ હાજી ઉંમર મનસુરી તેના મરણ જનાર દીકરા સિકંદર સાથે પોતાના ઘરે હતા. ત્યારે રોહિત મકવાણા અને દયાલસિંગ કેવલસિંગ અગાઉ ઉછીના આપેલા રૂપિયા 2,400/-ની ઉઘરાણી માટે તેમના ઘરે ઉપલેટા આવેલા.



ત્યારબાદ સિકંદર એને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી અને આરોતી નંબર 2 ત્યારબાદ દયાલસિંગ કેવલસિંગએ મૃત્યુ પામનારને પકડી રાખેલ અને રોહિત મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી અને સિકંદરને મારી દીધી હતી. ત્યારબાદ પ્રાથમિક સારવાર માટે સિકંદરને સરકારી પ્રથમ ક્રિષેના હોસ્પિટલ અને પછી સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતો અને તે દરમિયાન તેનું મૃત્યુ નીપજતા પોલીસે ગુનો નોંધેલો અને તપાસ હાથ ધરેલી હતી. આ કેસમાં બચાવ પક્ષે અલ્ટરનેટ ઈન્જરીની થીયરી સાથે દલીલ કરવામાં આવેલ હતી.



જ્યારે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી રજુઆત કરવામાં આવેલ હતી કે, ઈજા પામી યુનુસ ઈબ્રાહીમ અને હુર આમદભાઈ તે રૂબરૂ અને મૃત્યુ પામનારે પોતાની માતા રૂબરૂ બનાવની હકીકત જણાવેલ હતી. તેને મરણમુખ નિવેદન માનવું જોઈઅને અને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની જુબાનીથી સ્પષ્ટ થાય છે કે ઈજા જે થયેલી હતી તે પેટમાં ઘા ભોંકાવાના કારણે થઈ હતી. એડિકલશ પબ્લિક પ્રોસિટરે તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ડાઈંગ ડેક્લેરેશન માનવું જોઈએ.



કારણ કે આ સ્ટેટમેન્ટ મૃત્યુ પામનારે પોતે ડોક્ટર રૂબરૂ કરેલું છે અને ડોક્ટરે પોતાની જુબાનીમાં આ હકીકતને સમર્થન આપેલ છે. વિશેષમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલ પ્રમાણે પેન્ટ ઉપર મૃત્યુ પામનારાના જૂથનું ઓ બ્લડ ગુ્રપનું લોહી મળેલું છે આવા સંજોગોમાં આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ. સમગ્ર દલીલો અને ચુકાદાઓ વંચાણે લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદ તથા રૂપિયા 5 હજારનો દંડનો હુકમ કરેલો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application