Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને આજીવન કેદની સજા

  • May 04, 2022 

ઓખા મંડળના મીઠાપુર ખાતેની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઈમોશનલ બ્લેકમેલ કર્યા બાદ ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચરવા સ્થાનિક શિક્ષકને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂપિયા 30 હજારના દંડ હુકમ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, દ્વારકા તાલુકાનાં મીઠાપુર વિસ્તારની એક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી સગીર વયની એક વિદ્યાર્થિનીને શાળાના પરિણીત શિક્ષકે મોબાઈલ ફોનમાં ઈમોશનલ મેસેજ મારફતે માયા જાળમાં ફસાવી હતી.



ત્યારબાદ ઓગસ્ટ-2016 માસમાં તેણે સગીર વિદ્યાર્થિનીને મેસેજ કરીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં શિક્ષકનાં ઘરનાં સભ્યો હાજર ન હોવાથી તેણે ઘરનો દરવાજો બંધ કરી અને સગીરાને સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જયારે આરોપી શિક્ષક દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમજ સગીરાના માતા-પિતા ઘરે ન હોય ત્યારે પણ આવીને શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી આરોપીએ ‘જો તું મને મળવા નહીં આવે અને સંબંધ નહીં રાખે તો સમાજમાં તને બદનામ કરી નાખીશ’ તેવી ધમકી આપતા આ અસહ્ય ત્રાસથી કંટાળેલી સગીરાએ હિંમત કેળવી તેના માતા-પિતાને જાણ કરી મીઠાપુર પોલીસ મથકમાં વર્ષ-2018માં ફરિયાદ નોંધાવી હતી.



જે સંદર્ભે પોલીસે દુષ્કર્મની કલમ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી, આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. આરોપીના મોબાઇલ ફોનની ગાંધીનગર એફ.એસ.એલ.ની તપાસનો રિપોર્ટ તેમજ 16 સાક્ષીઓની તપાસ અને નિવેદન સહિતની સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની ચોટદાર દલીલોને ગ્રાહ્ય રાખી દ્વારકાના એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી શિક્ષકને આજીવન કારાવાસની કેદ તથા રૂપિયા 30 હજારનો દંડ હુકમ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application