વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભાજપની જિલ્લા પંચાયતના સભ્યોને વિવિધ વિકાસ યોજનાઓને એક મોટી ઝુંબેશનું રૂપ આપવા વિનંતી કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘વિકાસનો પ્રકાશ દરેક ગામમાં, તાલુકાઓમાં અને જિલ્લાઓમાં પાથરીને ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસીત રાષ્ટ્ર બનાવો.’
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોનાં સ્થાનિય એકમના સભ્યોને ‘ક્ષેત્રીય પંચાયતની રાજ પરિષદ’ હેઠળ વર્ચ્યુઅલી સંબોધતા તેમણે કહ્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ એ ભાજપ માટે માત્ર એક સૂત્ર નથી અને તેમણે દરેક ક્ષણે આ સૂત્રને અપનાવવાનું છે.દાદરા અને નાગર હવેલી તેમ જ દમણ અને દીવમાં આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાનના સંબોધન વખતે ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા ત્યાં હાજર હતા.દરમિયાન વડા પ્રધાન મોદીએ ‘લિન્કેડીન’ પર એક પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે ભારત ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે અને કેટલાક અહેવાલને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ભારત અત્યારે આર્થિક પ્રગતિના નવા યુગની ટોચ પર છે અને ૨૦૪૭ સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનવાના રસ્તા પર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500