નવસારીના ચીખલી તાલુકાના અંતરિયા ડુંગરાળ વિસ્તાર અને છેવાડે આવેલા સારવણી ગામના નવાનગરમાંથી એક ઘરના કોઢારા માંથી રાત્રિના દોઢેક વાગ્યાના સમયગાળા દરમિયાન દીપડોએ બકરીને ખેંચી જઈ ફાડી ખાધી હતી. આ અંગેની જાણ થતા સ્થાનિકો અને ગ્રામજનોને થતા તેમના દ્વારા રાત્રે શોધખોળ પણ કરવામાં આવી હતી. પરંતુ રાત્રે કંઈ મળ્યું ન હતું. અને બીજા દિવસે થોડે દૂર આવેલા એક નાળામાંથી બકરીનો એક પગ મળી આવ્યો હતો ત્યારે દીપડો બકરીને ખેંચી જઈ નાળામાં બેસી મીજબાની કરી હોય તેવી હકીકત સામે આવતા વન વિભાગને જાણ કરાતા આ વિસ્તારમાં પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application