Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં રૂપવેલ ગામનાં શખ્સ પર દીપડાનો હુમલો

  • January 19, 2025 

નવસારીનાં વાંસદા તાલુકાનાં રૂપવેલ ગામના રાયાવાડી ફળિયામાં રહેતા ચેતનભાઈ રમેશભાઈ પટેલ ગત તારીખ ૧૭ નાંરોજ વહેલી સવારે મહાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે દીપડાએ તેમની ઉપર હુમલો કર્યો હતો.

તે સમયે સંજોગ વસાત તેમને ગંભીર ઈજા થઈ ન હતી. પરંતુ પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. કેટલાક સમયથી વાંસદા પંથકમાં દીપડાની દહેશત ખૂબ વધી ગઈ છે. આ અગાઉ પણ ઉપસળ તેમજ મોટીવાલઝર ગામે નાની બાળકી ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ વખતે થયેલા હુમલામાં પુખ્તવયના માણસ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. વન વિભાગને જાણ કરવામાં આવતા તુરંત પાંજરું મુકવામાં આવ્યું હતું. તેમજ આજુબાજુના લોકોને હિંસક પશુઓથી સાવચેત રહેવા પણ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application