Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાગાબાવાનાં વેશમાં દુકાનમાં રાખેલ રૂપીયા લઇ જવાના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

  • June 15, 2024 

વડોદરા શહેરમાં બનતા મિલ્કત સંબધી ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મિલ્કત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બાતમીદારથી મળેલ બાતમી આધારે સનફાર્મા રોડ બ્રમ્હકુમારી આશ્રમ પાસેથી શંકાસ્પદ જણાયેલ ઇસમ નસીબનાથ સમજુનાથ મદારી (રહે.ગામ રીંટોડા, તા.ભિલોડા, જી.અરવલ્લી) અને સાવનનાથ સુરમનાથ મદારી (રહે.હાલોલ, જુના રેલ્વે સ્ટેશન પાસે, રામદેવ મંદીર પાસે, જિ.પંચમહાલ)નાંને શોધી કાઢ્યા હતા.


બંનેની સઘન પુછપરછ દરમિયાન થોડા દીવસ પહેલા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ જેમાં દસેક દીવસ પહેલા ઓટો રીક્ષામાં ત્રણ ઇસમો નાગાબાવાના વેશમાં ડભોઇ રોડ સોમાતળાવ ક્રોસ રોડ પરની બેનર પ્રિંટીંગની દુકાનમાં જઇ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપીયા ખાઇ જઇ ગાયબ કરવાનુ જણાવતા ત્યારે દુકાનદારને આરોપી ખાલી જ પુછતો હશે તેમ માની લઇ હા પાડતા ત્યારે આરોપીએ દુકાનદાર સામે ડબ્બામાંથી કાઢેલ રૂપીયા મોંઢામાં નાંખવાનો ઢોંગ કરી દુકાનદારની નજર ચુકવી રૂપિયા 13,000/-ની રકમ લઇ ગયેલા ગુનામાં બંને આરોપીઓની સંડોવણી જણાઇ આવી હતી. બંને ઇસમ પાસેથી રૂપિયા 3000/-ની રકમ મળી આવતા આ રૂપીયા તેઓએ સોમા તળાવ ખાતે દુકાનદાર સાથે કરેલ ગુનાહીત કૃત્ય કરી મેળવેલ રૂપીયા પૈકીના રૂપીયા હોવાનુ જણાવતા જેથી આ બંને પકડાયેલ આરોપીઓને આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application