Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ અને બાળ કલ્યાણ સમિતીની કચેરી ખાતે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયા

  • February 17, 2024 

વલસાડ ખાતે જિલ્લા સેવા સદન-૨ બિલ્ડીંગમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ખાતે ૧૬મી ફેબ્રુઆરીથી કાનૂની સહાય કેન્દ્ર (Legal Service Clinic) શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા સેવા સદન-૨ બિલ્ડીંગમાં વિવિધ સરકારી કચેરીઓ જેવી કે, મહિલા અને બાળ અધિકરીશ્રીની કચેરી, દહેજ પ્રતિબંધક સહ પ્રોટેક્શન અધિકારીશ્રીની કચેરી, બાળ સુરક્ષા એકમની કચેરી, નાયબ વન રક્ષકની કચેરી, સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી અને શ્રમ અધિકારીશ્રીની કચેરી વગેરે કાર્યરત છે.


આ તમામ કચેરીઓમાં રોજબરોજ પોતાનાં કામ માટે આવતાં લાભાર્થીઓને અને જાહેર જનતાને જોઇતી જરૂરી કાનૂની સહાય તેમજ સલાહ મળી રહે તે માટે તેમજ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડમાં કાયદાનાં સંઘર્ષમાં આવતાં બાળ કિશોરોને તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનાં લાભાર્થી બાળકો માટે જરૂરી કાયદાકીય માહિતી તેમજ કાનૂની સહાય મળી રહે તે માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલ્સા) ની બાળકો માટેની મૈત્રીપુર્ણ કાનૂની સેવાઓ અને તેમનાં રક્ષણની યોજના, ૨૦૧૫ અને કિશોર ન્યાય (સંભાળ અને રક્ષણ) કાયદો, ૨૦૧૫ નાં માર્ગદર્શક સિદ્ધાંતો અન્વયે કાનૂની સહાય કેન્દ્ર (Legal Service Clinic) શરૂ કરવામાં આવ્યું છે.


આ કાનૂની સહાય કેન્દ્ર (Legal Service Clinic)નું ઉદ્ઘાટન વલસાડ જિલ્લાનાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડનાં અધ્યક્ષશ્રી આર. કે. દેસાઇનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડનાં પેનલ એડવોકેટો અને પેરા લીગલ વોલ્યન્ટીયર્સ પણ હાજર રહ્યાં હતાં. વલસાડ જિલ્લાનાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રીએ જાહેર જનતાને સદર કાનૂની સહાય કેન્દ્ર થકી જરૂરી સહાય અને સલાહ મેળવવા અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application