‘આદિપુરષ’ હિંન્દી ફિલ્મ રિલિઝ થયા બાદ ઠેર ઠેર લોકોમાં ભારે વિરોધ ઉઠ્યા બાદ ગતરોજ મહારાષ્ટ્રનાં અછાડ હાઇવે પર પોલીસે મુંબઇ ફિલ્મનો વિરોધ કરવા વાહનમાં જતા કરણીસેનાનાં આગેવાનો અને કાર્યકરોને અટકાવ્યા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે વિવાદ થતા મુંબઇ જતા માર્ગ પર 6 કિ.મી. સુધી ચક્કાજામ થયો હતો. તાજેતરમાં જ રિલિઝ થયેલી ‘આદિપુરૂષ’ હિન્દી ફિલ્મ સામે દેશભરમાં ભારે વિરોધ ઉઠ્યો છે. ફિલ્મનાં દશ્યો અને ડાયલોગ લઇ ધાર્મિક લાગણી દુભાતા ભારે વિરોધ ઉઠ્યો હતો. ફિલ્મનાં વિવાદમાં ગતરોજ ગુજરાત કરણીસેનાના આગેવાનો અને કાર્યકરો મુંબઇ વિરોધ કરવા વાહન મારફતે મુંબઇ જવા નિકળ્યા હતા.
મહારાષ્ટ્રનાં અછાડ હાઇવે પર પોલીસે વાહનોને અટકાવ્યા હતા. જેને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ ઉભુ થયું હતું. કાર્યકરો પોલીસની કામગીરી સામે આક્રોશ ઠાલવી ધરણા પર બેસી ગયા હતા. જેને કારણે મુંબઇ તરફ જતા માર્ગ પર લગભગ 6 કિ.મી. સુધી વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા બેથી ત્રણ ક્લાક સુધી ટ્રાફિકજામ થઇ જતા વાહન ચાલકો મુશકેલીમાં મુકાયા હતા. પોલીસ અધિકારી કરણીસેનાના કાર્યકરોને પોલીસ મથકે લઇ જઇ વાતચીત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application