Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વકીલ મેહુલ બોધરા પ્રકરણ : મિનેષ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો,કારણ જાણો

  • September 04, 2022 

સુરત શહેરના સરથાણા સીમાડા ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમોના નામે ઉઘરાણા કરનાર ટ્રાફિક બ્રિગેડનો વીડિયો લાઇવ કરતા વકીલ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો અને માથામાં લાકડાના ફટકા માર્યા હતા. આ હુમલા બાદ સુરતના વકીલો દ્વારા તાત્કાલીક અસરથી કાઉન્સીલની મીટીંગ બોલાવીને સાજન ભરવાડ સામે કોઇપણ વકીલે પોતાનું વકીલપત્ર રજૂ નહીં કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.



સુરત ટીઆરબી અને વકીલ વચ્ચેની લડાઇમાં ટીઆરબી તરફે હાજર રહેનાર એડવોકેટ મિનેષ ઝવેરીને સુરત વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. સુરત વકીલ મંડળની યોજાયેલી સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો હતો. સાથે સાથે વરાછા પોલીસમાં એક વકીલની સાથે મારામારી કરનાર એસીપી સી.કે.પટેલ તરફે પણ હાજર નહીં થવા વકીલોએ નિર્ણય લીધો હતો. વકીલ મંડળના આ નિર્ણયની સામે સુરત વકીલ મંડળના જ સભ્ય એવા એડવોકેટ મિનેષ ઝવેરીએ સાજન ભરવાડ તરફે વકીલપત્ર રજૂ કરીને જામીન અરજી દાખલ કરી હતી. જેની સામે સુરત વકીલો દ્વારા વિરોધ કરીને સામાન્ય સભાનું આયોજન કરાયું હતું.



આ સભામાં સૌપ્રથમ એડવોકેટ જીતેન્દ્ર ગીનીયાએ મિનેષ ઝવેરીને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો મત રજૂ કર્યો હતો,જેની સામે એડવોકેટ દિપક કોકસએ મિનેષ ઝવેરીને સુરત વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકી હતી. આ દરખાસ્તને જીતેન્દ્ર ગીનીપાએ ટેકો જાહેર કર્યો હતો. ત્યાં જ સામાન્ય સભામાં હાજર તમામ વકીલોએ એકસૂરે મિનેષ ઝવેરીને આજીવન સસ્પેન્ડ કરવાની વાતને સ્વીકારીને તેઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ એડવોકેટ વિરલ મહેતાએ અન્ય મુદ્દાઓ વિશે વાત કરતા કહ્યું કે,એસીપી સી.કે. પટેલે સુરતના જ વકીલને ચેમ્બરમાં માર માર્યો હતો અને તેની સામે સુરતની કોર્ટે ઇન્કવાયરીનો આદેશ આપ્યો છે, અને સી કે પટેલને આરોપી બનાવ્યા છે ત્યારે સી.કે. પટેલની સામે પણ કોઇ વકીલે હાજર નહી રહેવાની દરખાસ્ત મુકી હતી.




આ વાતને પણ વકીલોની સામાન્ય સભામાં મંજૂર કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સુરત વકીલ મંડળને આવી કોઇ સત્તા નથી, તેઓના આ ઠરાવની સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવશે. સુરત વકીલ મંડળ દ્વારા પણ જે ઠરાવ કરાયા હતા તેનો જ ભંગ કરાયો હતો ત્યારે સુરત વકીલ મંડળે જવાબદારો સામે કોઇ પગલા લીધા નથી. વકીલોએ પહેલા કોર્ટ બિલ્ડીંગના મેઇન ગેટથી રોડ ઉપરના મેઇન ગેટ સુધી માત્ર માનવ સાંકળ કાઢવાનો ઠરાવ કરાયો હતો, જેની સામે સુરતના વકીલોએ રેલી કાઢી હતી જે ગેરકાયદેસર છે. મારી સામે જે આજીવન સસ્પેન્ડનો નિર્ણય ટોવાયો છે તેમાં કેટલાક ચોપાસ વડીલોએ ઇર્ષાથી તેમજ મારાથી પૂર્વાગ્ર રાખીને ઠરાવ કરવામાં ભાગ ભજવી છે,એવું મિનેષ ઝવેરીએ જણાવ્યું હતું.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application