ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયાથી સુરક્ષા વચ્ચે સાબરમતી જેલમાં રાત્રે લાવવામાં આવ્યો છે. ગેંગસ્ટર લોરેન્સના રીમાન્ડ પૂર્ણ થતા તેને સાબરમતી જેલમાં રાત્રે લાવીને હાઈ સિક્યોરીટી ઝોનમાં રાખવામાં આવ્યો છે. જ્યાં અતિક અહેમદને રખાયો હતો ત્યાં લોરેન્સને પણ રખાશે.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાતના કચ્છ જિલ્લાની નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી બાદ ગુજરાત ATSએ ગેંગસ્ટરના વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી, જેથી કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવાનો નિર્દેશ આપ્યો હતો.ગયા વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડે એક બોટ પકડી હતી. પાકિસ્તાનથી બોટમાં કરોડોની કિંમતની હિરોઈન ભારત મોકલવામાં આવી હતી. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. ગુજરાત ATS આ કેસમાં પૂછપરછ માટે પટિયાલા હાઉસ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હીની તિહાર જેલમાંથી લોરેન્સને લાવી હતી.
આ પછી લોરેન્સ બિશ્નોઈને નલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ATSને 14 દિવસના રિમાન્ડ મળ્યા હતા.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયાથી સુરક્ષા વચ્ચેસાબરમતી જેલમાં રાત્રે લાવીને હાઈ સિક્યોરીટી ઝોનમાં મોકલવામાં આવ્યો છે. રિમાન્ડ પૂરા થયા બાદ માફિયા અતીક અહેમદ બાદ લોરેન્સ બિશ્નોઈનું નવું સરનામું સાબરમતી જેલ છે. લોરેન્સ બિશ્નોઈને હાઈ સિક્યોરિટી બેરેકમાં સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500