સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધી ટ્રેઈન્ડ નર્સિંસ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમવાર દેશના યશસ્વી વડાપ્રધાનના ૭૩માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ૨૭૩ મીટરના કાપડ ઉપર 'અંગદાન એ મહાદાન' સૂત્રો થકી લોકોમાં જનજાગૃતિ ઉદ્દેશ સાથે સૌપ્રથમ વખત માતૃભાષામાં સહી કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ જીતુભાઈ વખારિયાએ પોસ્ટર સાથે અંગદાન થીમને પોસ્ટર સાથે અંગદાન અભિયાનનો ખુલ્લો મુક્યો હતો. સાથે જ સહી ઝુંબેશ અભિયાનમાં સહભાગી બની શાંતિના દૂત એવા બલૂન ઉડાડી અંગદાનનો સંકલ્પ કર્યો હતો.
આ અવસરે ઈકબાલ કડીવાલા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને અનોખી રીતે યાદગાર બનાવવા અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ઈચ્છાનું મૂળ જ સંકલ્પ છે એટલે મનુષ્ય જેવો સંકલ્પ કરે તેવી ઈચ્છા કરે અને પછી તે ઈચ્છા પૂરી કરવા તેને અનુરૂપ કર્મ કરતો હોય છે. અંગદાનની વાત આવે તો તરત જ સુરતનું નામ મોખરે આવે. અંગદાન થકી અન્યના જીવનમાં રોશની ફેલાવીએ તેવા ઉમદા આશ્યથી રાજ્યના દરેક જનસમૂહ આ જનજાગૃતી અભિયાનને જન આંદોલનમાં ફેરવીએ અમારો સાચો સંકલ્પ છે એમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application