વ્યારાના મીરપુરગામ પાસે રોડનો બમ્પ કુદાવી બાઈક કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક અને તેની પાછળ બેસેલ મહિલાને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ અશોકભાઇ ગણપતભાઇ પટેલ હાલ આહવા પોલીસ મુખ્ય મથક કવાર્ટસ જીલ્લો ડાંગ મુળ રહેવાસી હાસોટ ગામ ભારતનગર તા.હાસોટ જીલ્લો ભરૂચ નાઓના ગત તા.૩૧મી ડીસેમ્બર નારોજ પોતાના કબજાની વોલ્સવેગન ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૦૫/આરકે/૮૮૯૭ની લઇને આહવા જતો ત્યારે વ્યારાના મીરપુર ગામના પાટીયા પાસેથી પસાર થતા હોય તે દરમિયાન સામેથી આવતા હીરો સપ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે/૨૧/એએમ/૫૭૭૧ ના ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડનો બમ્પ સ્પીડમાં કુદાવી મોટર સાયકલ ઉપરનો કાબુ ગુમાવી દઇ મારી ફોર વ્હીલ ગાડી સાથે અથડાવી ચાલકે પોતાના તથા મોટર સાયકલ ઉપર બેસેલ મહિલા તથા ઇસમને શરીરે ઓછી વતી ઇજાઓ પહોચાડી હોવાની ફરિયાદ અશોકભાઇ ગણપતભાઇ પટેલએ વ્યારા પોલીસ મથકે નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application