મોરબીના ગઈકાલે ઝૂલતો બ્રીજ તૂટી જતા મોતની ચિચિયારીઓ ચારેતરફ સાંભળવા મળી રહી છે. ગઈકાલથી લઈને આજ સુધીમાં મૃત્યુઆંક 141 પર પહોંચ્યો છે. ઝુલતો પુલ પત્તાની જેમ ધરાશાયી થતાં 400થી વધુ લોકો ડૂબી ગયા હતા. જેમાં 30થી વધુ બાળકો સહિત 141 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક લોકો ગુમ છે.નેવી,એરફોર્મ,આર્મી સહિતની ટીમોને રાતથી બોલાવી લેવામાં આવી છે. છેલ્લા 10થી 15 કલાકથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે. ગુનાની તપાસ રેન્જ આઈજીને સોંપવામાં આવી છે. સઘન તપાસ આ મામલે કરવામાં આવશે. જેમાં કલમ 308,314 અને કલમ 114 લગાવવામાં આવી છે.
અત્યારે ગૃહમંત્રી પણ ગઈકાલ રાતથી જ ત્યાં છે. કલેક્ટર,રેન્જ આઈજી,એસપી સહિત તમામ અધિકારીઓ આ મામલે બેઠક કરી રહ્યા છે. આ ઉપરાંત બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ખાટલોથી ઉભરાઈ રહી છે. કંટ્રોલ રૂમ અને હેલ્પ લાઇન નંબર 02822-243300 જાહેર કરવામાં આવ્યો છે. એનડીઆરએફ બાદ ગઈકાથી જ ભુજ આર્મીની ટીમ પણ મોરબી પહોંચી છે.
સાંસદ મોહન કુંડારિયાની બહેનના પરિવારના 12 સભ્યોના મોત
આ ઉપરાંત જે લોકો દુઃખ મૃત્યુ પામ્યા છે. તેમાં સાંસદ મોહન કુંડારિયાની બહેનના પરિવારના 12 સભ્યોના મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સગા બહેનના જેઠાણી પરિવારમાં ચાર પુત્રી,ચાર જમાઈ અને બાળકોના મોત થયાની વિગતો સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાના કાર્યક્રમમાં કહ્યું કે, હું એકતાનગરમાં છું, પણ મારું હૃદય મોરબીના પીડિતો સાથે છે. તેમ કહી તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500