ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજરોજ રાત્રે ૮ વાગે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૪.૮૪ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૩૯,૫૫૯ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમના ૨૨ ગેટ પૈકી ૩ ગેટ ૩ ફૂટ ખોલી ડેમમાંથી ૩૯,૬૫૭ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
રાત્રે ૮ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૪.૮૪ ફૂટે પહોંચી
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ નજીક પહોંચી છે,ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. આજે એટલે કે શનિવારે રાત્રે ૮ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૪.૮૪ ફૂટે પહોંચી છે.
હથનુર ડેમની સપાટી આજે સાજે ૬ કલાકે ૨૦૯.૫૫૦ મીટર નોંધાઇ છે અને ડેમના ૧૬ ગેટ ફૂલ ઓપન
ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા પ્રકાશા ડેમના ૨ ગેટ ફૂલ ઓપન કરીને ડેમમાંથી ૨૭,૧૨૨ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમજ પ્રકાશા ડેમની જળ સપાટી આજે રાત્રે ૮ કલાકે ૧૦૮.૧૦ મીટર નોંધાઇ છે આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે સાજે ૬ કલાકે ૨૦૯.૫૫૦ મીટર નોંધાઇ છે અને ડેમના ૧૬ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૩૭,૪૩૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500