દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે જળાશયોમાં નવા નીર આવ્યાં છે, તો ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. તાપી જિલ્લામાં સારો વરસાદ પડતા તાપી ડેમમાં ૧૨ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવ્યા
તાપી જિલ્લામાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૨ દરવાજા ૬ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ૧ લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજે સવારે ૧૦ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૩૫.૩૨ ફૂટ પર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસ માંથી ૧ લાખ ૬૦ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.
પ્રકાશા ડેમ ઉપર એક નજર કરીએ
આજે સવારે ૮ કલાકે પ્રકાશા ડેમની સપાટી ૧૦૭.૪૦૦ મીટર નોંધાઈ છે, ડેમના ૭ દરવાજા ખોલી ૭૯,૧૦૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હથનુર ડેમ ઉપર એક નજર કરીએ
આજે સવારે ૯ કલાકે હથનુર ડેમની સપાટી ૨૦૯.૭૧૦ મીટર નોંધાઈ છે,ડેમના ૧૪ દરવાજા ખોલી ૩૭,૭૫૨ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500