સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ જે.કે.પેપર લી કંપનીના નવા પ્રોજેકટ માટે સ્થાનિક 80 ટકા યુવાનોને નોકરી આપવાની વાત પેપરમીલના સંચાલકોએ કરી હતી જોકે સ્થાનિક યુવાનોની ભરતી નહીં કરવામાં આવતા તાપી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી..
તાપી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર વર્ષ 2019માં તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જે.કે.પેપર લી. ના નવા પ્રોજેકટ માટે સ્થાનિક 80 ટકા યુવાનોને નોકરી પર રાખવાની વાત કરવામાં આવી હતી અને જેને લઈ લોક સુનવણીમાં બધા એ જ સાથ સહકાર આપ્યો હતો. જે.કે.પેપર લી કંપનીના અધિકારીઓએ સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી જે વાત હાલમાં ભૂલી જઈ સ્થાનિકોને ભરતી કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે.
જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી વિવિધ માંગણીઑ કરવામાં આવી છે. જેમાં નવા પ્લાન્ટ 2019ની કામગીરી શરૂ થઈ ત્યારથી હાલ સુધીમાં અધિકારી કેડરમાં જૂના તથા નવા પ્લાન્ટમાં કેટલા સ્થાનિક આદિવાસીઓને નોકરી આપી છે. ?? આઈ.ટી.આઈ કરેલ તાલીમાર્થીઓ પાસે બાયોડેટા લેવાનું ચાલુ છે નોકરી મળવાની આશાથી ધોરણ-10, 12 અને ગ્રેજ્યુએટ કરેલ શિક્ષિત બેરોજગાર લોકો બાયોડેટા પહોંચાડી રહ્યા છે. પેપર મીલમાં કયા ટ્રેડમાં કેટલા વ્યક્તિઓ લેવાના છે તે કોઈ જ માહિતી નથી ભરતી કઈ પોસ્ટ પર છે એ ખબર નથી.
અધિકારીઓએ પૂરેપુરી માહિતી આપવી જોઈએ. છોકરીઓની ભરતી કરવામાં આવનાર છે કે કેમ ? મીલમાં 1990થી આજદિન સુધી સ્થાનિક અને આદિવાસી વિસ્તારના લોકો માંથી અધિકારી કેડરમાં કેટલી ભરતી કરવામાં આવી ઉકાઈ આઈ.ટી.આઈ. પી/પી/એસ મોડ જે.કે પેપર લી.ના સંચાલનથી ચાલે છે જે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું સંચાલન જે.કે. પેપર લિમીટેડ કરતી હોય છે.
જેને લઈ તાપી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી આ ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને જે.કે.પેપર લી, ના અધિકારીઓએ આપેલા વચન પ્રમાણે ભરતી કરવા માંગ કરી હતી. અને જો સ્થાનિકોની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500