ડોલવણના ધાંગધર ગામમાં ગાંજાની ખેતી કરાતી હોવાની વિગતો સામે આવી છે.એક ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાના છોડવાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે ડોલવણ પોલીસ દ્વારા રેઇડ કરી ગાંજાના છોડવા સહિત કુલ રૂ.૭૨ હજાર કરતાં વધુની કિંમતના મુદ્દામાલ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે,જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના ધાંગધર ગામના ઉપલું ફળિયામાં રહેતો સુરેશભાઈ શુક્કરભાઈ કોંકણી એ પોતાના કબજાના ખેતરમાં ગેરકાદેસર રીતે ગાંજાના છોડવાનું વાવેતર કર્યું હોવાની બાતમી પોલીસને મળી હતી જે બાતમીના આધારે આજરોજ ડોલવણ પોલીસ સહિતના સ્ટાફે ધાંગધર ગામના ખેતરમાં રેઇડ કરી હતી દરમિયાન ખેતરમાંથી ગાંજાના છોડવા નંગ - ૪ જેનું વજન આશરે ૧૨ કિલો ૧૧૦ ગ્રામ જેની કિંમત રૂ.૭૨,૬૬૦/- ની કિંમતના ગાંજાના છોડવા સાથે આરોપી સુરેશભાઈ કોંકણી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, પોલીસની વધુ તપાસમાં ગાંજાના છોડનું વાવેતર કરવા માટે બિયારણ આપનાર અને ઉપયોગ કરનાર અનિલભાઈ ભાનુભાઇ કોંકણી રહે. બેસનીયા ગામ તા.ડોલવણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ મામલે ડોલવણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી.વસાવાની ફરિયાદના આધારે ગાંજાના છોડવા સહિત કુલ રૂ.૭૩,૨૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500