મનિષા સૂર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકા પંથકમાં આજરોજ ફૂંકાયેલા વાવાઝોડા પવન સાથે અનરાધાર વરસાદે પંથકને ધમરોળી નાખ્યું હતુ.નગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે..વ્યારાના માલિવાડમાં વીજપોલ ધરાશાયી થયો છે.જોકે કોઈ જાન હાનિ પહોંચી નથી..
તાપી જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શુક્રવારે વ્યારા નગર સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
ઠેર-ઠેર ખેતરો નદી-નાળા બેકાંઠેથી વહી રહ્યા છે. સતત વરસાદ પડતાં પાકને ફાયદો થયો છે. વાવાઝોડાથી વ્યારાના માલિવાડમાં વિજપોલ વૃક્ષોની ડાળીઓ સાથે ધરાશાયી થયો છે,જોકે કોઈપણ પ્રકારની જાન હાનિ કે પછી નુક્શાની પહોંચી નથી.જોકે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.ડિજીવીસીએલના કર્મીઓએ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500