Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest News Jamnagar : આખરે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ એફ.એસ.એલ.ના પુરાવા કામ લાગ્યા,એસીબીના છટકા માંથી બચી નાસી ગયો હતો

  • June 03, 2024 

એસીબી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કામના સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદીશ્રી)નુ ઇકો વાહન આ કામના આરોપી હેડ કોન્સ્ટેબલ દેવસુરભાઇ સાગઠીયાએ ગત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન રીકવીઝીટ કરેલ, તે ઇકો વાહનના સરકારશ્રીના ધારાધોરણ મુજબના કાયદેસરના મંજુર થયેલ બીલની રકમ સાહેદ(નિષ્ફળ છટકાના ફરીયાદીશ્રી)ના પિતાના બેંક ખાતામાં જમા થતા હેડ કોન્સ્ટેબલ દેવસુરભાઇ વીરાભાઇ સાગઠીયા (સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન,જામનગર)એ તે જમા થયેલ બીલની રકમ પેટે સાહેદ પાસે તા.૦૯/૦૩/૨૦૨૩ થી તા.૧૭/૦૩/૨૦૨૩ દરમ્યાન રૂ.૬,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.


જે રકમ સાહેદ આપવા માંગતા ન હોય તેઓએ તત્કાલીન પો.ઇન્સ. શ્રી એ.સી.બી. પો.સ્ટે. જામનગર રૂબરૂ તા.૧૮/૦૩/૨૦૨૩ ના રોજ આપેલ ફરીયાદ અન્વયે લાંચનુ છટકુ ગોઠવતા સાહેદે આ કામના હેડ કોન્સ્ટેબલનો છટકા દરમ્યાન સંપર્ક કરતા તેને શક-વહેમ જતા સાહેદના કોલ રીસીવ કરેલ નહી જેથી લાંચનુ છટકુ નિષ્ફળ રહેતા તત્કાલીન પો.ઇન્સ.શ્રીએ જામનગર એ.સી.બી. પો.સ્ટે.માં આ બાબતે નિષ્ફળ છટકું તા.૨૨/૦૩/૨૦૨૩ ના રોજ જાહેર કરેલ. આ બાબતે મુ.પો.અધિ.અને નિયામકશ્રી એ.સી.બી. અમદાવાદ ના હુકમ અન્વયે કરવામાં આવેલ તપાસના અંતે આ કામનાઆ હેડ કોન્સ્ટેબલએ પોતાના અંગત ફાયદા માટે રૂ.૬,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હોવાની હકીકતને તપાસ દરમ્યાન મેળવેલ એફ.એસ.એલ. ના પુરાવાઓ ઉપરથી સમર્થન મળેલ હોય, હેડ કોન્સ્ટેબલ દેવસુરભાઇ વીરાભાઇ સાગઠીયાએ પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ગેરવર્તણુક આચરી ગુન્હો કર્યા હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News