Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારનાં વિવિધ વિભાગોનાં કર્મચારીઓ અને અધિકારીઓ સામે ગયા વર્ષે ૧ લાખથી વધુ ફરિયાદો મળી

  • August 21, 2023 

સરકારના ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે લોકો ફરિયાદો કરતા હોય છે. કેન્દ્ર સરકારના આવા કર્મચારીઓ સામે જે ફરિયાદો લોકોએ કરી છે તેના આંકડા સેન્ટ્ર્લ વિજિલંસ કમિશન દ્વારા વાર્ષીક રિપોર્ટમાં જાહેર કરાયા છે. જે મુજબ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ, અધિકારીઓ સામે ગયા વર્ષે ૧,૧૫,૨૦૩ ફરિયાદો મળી હતી. જેમાં સૌથી વધુ ફરિયાદોમાં કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય ટોચના સ્થાને છે. તેવી જ રીતે બેંકો અને રેલવેના કર્મચારીઓ સામે પણ ભ્રષ્ટાચારની વધુ ફરિયાદો મળી છે. ગયા વર્ષે જે ૧,૧૫,૨૦૩ ફરિયાદો મળી છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ૪૬,૬૪૩ જ્યારે રેલવે મંત્રાલયના કર્મચારીઓ સામે ૧૦,૫૮૦, બેંકના કર્મચારીઓ સામે ૮૧૨૯ ફરિયાદો મળી છે.


એક લાખથી વધુ ફરિયાદોમાંથી ૮૫,૪૩૭  ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ૨૯,૭૬૬ ફરિયાદો પેન્ડિંગ છે. જેમાં ૨૨ હજારથી વધુ ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ છે. આવી ફરિયાદોના નિકાલો માટે ચીફ વિજિલંસ ઓફિસરોને કમિશન દ્વારા ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે. ગૃહ મંત્રાલયના કર્મચારીઓ સામે જે ૪૬ હજારથી વધુ ફરિયાદો મળી તેમાંથી ૨૩ હજારથી વધુનો નિકાલ કરાયો છે જ્યારે ૨૨ હજારથી વધુ હજુ પણ પેન્ડિંગ છે. તેવી જ રીતે રેલવેની ૯૬૬૩ ફરિયાદોનો નિકાલ કરાયો છે અને ૯૧૭ પેન્ડિંગ છે. બેંકોની ૭૭૬૨ ફરિયાદોનો નિકાલ કરાયો છે અને ૩૬૭ પેન્ડિંગ છે. આ ઉપરાંત જે અન્ય વિભાગોના કર્મચારીઓ સામેની ફરિયાદો મળી છે.



તેમાં હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલય, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન, દિલ્હી અર્બન આર્ટ કમિશન, હિન્દુસ્તાન ફ્રેબસ લિ. હાઉસિંગ અને શહેરી વિકાસ કોર્પોરેશન લિ., એનબીસીસી અને એનસીઆર પ્લાનિંગ બોર્ડ આ તમામ વિભાગોના કર્મચારીઓની સામે કુલ ૪૭૧૦ ફરિયાદો મળી છે. જેમાંથી ૩૮૮૯નો નિકાલ કરાયો છે. કોલસા મંત્રાલયનાં કર્મીઓ સામે ૪૩૦૪ ફરિયાદો, શ્રમ મંત્રાલયના કર્મીઓ સામે ૪૨૩૬, પેટ્રોલિયમ મંત્રાલયના કર્મચારીઓ સામે ૨૬૧૭, સીબીડીટીના કર્મચારીઓ સામે ૨૧૫૦, સંરક્ષણ મંત્રાલયના કર્મીઓ સામે ૧૬૧૯, ટેલિકોમ્યૂનિકેશન વિભાગના કર્મચારીઓ સામે ૧૩૦૮, નાણા મંત્રાલયના કર્મચારીઓ સામે ૧૨૦૨, તેવી જ રીતે વિમા કંપનીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ સામે ૯૮૭, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ વિભાગના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ૧૧૦૧ ફરિયાદો મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application