ઝારખંડ કર્મચારી પસંદગી (JSSC) પંચ તરફથી સ્ટેનોગ્રાફરના પદો પર ભરતી માટે અરજી માંગવામાં આવી છે. આ પદો માટે અરજીની પ્રક્રિયા ચાલુ છે અને અંતિમ તારીખમાં એક દિવસનો સમય બાકી છે. એવામાં જે ઉમેદવારોએ હજુ સુધી આ પદો માટે અરજી કરી નથી તે કરી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ jssc.nic.in દ્વારા 11 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકે છે.મહત્વપૂર્ણ છે કે પહેલા આ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 27 જુલાઇ, 2022 હતી, જેને 11 ઓગસ્ટ સુધી 2022 સુધી વધારી દેવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા દ્વારા સ્ટેનોગ્રાફરના કુલ 452 ખાલી પદોને ભરવામાં આવશે. ઉમેદવારો પાસે આ અરજી કરવા માટે 24 કલાકનો સમય છે.
ગ્રેજ્યુએટ પાસ કરી શકે છે
અરજીઆ પદો માટે અરજી કરનારા ઉમેદવાર પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઇએ.
વય મર્યાદા
અરજી કરનારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઇએ, ત્યા અનામત વર્ગના અરજદારોને મોટાભાગની વય મર્યાદામાં છૂટ પણ આપવામાં આવી છે.
આ રીતે થશે પસંદગી
સ્ટેનોગ્રાફરના પદો પર અરજી કરનારની પસંદગી પ્રીલિમ અને લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ ભરતી સબંધિત વધુ જાણકારી માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઇને નોટિફિકેશન ચેક કરી શકે છે.
કઇ રીતે અરજી કરી શકાય
સૌથી પહેલા ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ jssc.nic.in પર જાવો.- હોમ પેજ પર આપવામાં આવેલા Application Forms(Apply) સેક્શનમાં જાવો.- અહી Online Application for JSSCE-2022 Apply Nowની લિંક પર ક્લિક કરો.- હવે Apply Online પર ક્લિક કરો.- જરૂરી વિવરણ અને દસ્તાવેજને અપલોડ કરો.- અરજી ફીની ચુકવણી કરો અને સબમિટ કરો.Govt jobs 2022ની આ તારીખનું રાખો ધ્યાનઅરજી શરૂ થવાની તારીખ- 28 જૂન, 2022અરજીની અંતિમ તારીખ- 11 ઓગસ્ટ, 2022પરીક્ષા ફી જમા કરાવવાની અંતિમ તારીખ- 13 ઓગસ્ટ, 2022
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500