સુરતમાં ગેરકાયદે ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે પોલીસે બાતમીદારોની બાતમીના આધારે એક કાર્યવાહી કરી હતી જેમાં ગેરકાયદે ફટાકડાઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો હતો. હકીકતે ગેરકાયદે ફટાકડાના જથ્થાનું મોટું ગોડાઉન જ ઝડપાયું હતું. પોલીસે આ જથ્થાની સાથે 2 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
હકીકતે આ ઘટનાની વધુ માહિતી પ્રમાણે સુરતમાં કડોદરા પોલીસ દ્વારા બાતમીના આધારે એક મોટી કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો હતો. આ કાર્યવાહી હેઠળ પોલીસે બાતમીના આધારે એક રેડ પાડી હતી. જે રેડ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરમાં કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આવેલા ગોડાઉન નંબર L7માં કરોડો રૂપિયાના ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. માહિતી પ્રમાણે આ જથ્થો ગેરકાયદે ફટાકડાનો હતો, જેને કોઈ પણ પ્રકારના સરકારી લાયસન્સ વગર રાખવામાં આવ્યો હતો.
આ મામલે કડોદરા પોલીસે રેડ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેની સાથે જ રેડમાં રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરના એલસેવન ગોડાઉનમાંથી અંદાજિત બે કરોડ અને છોંતેર લાખ રૂપિયાની કિંમતના ગેરકાયદે ફટાકડાના જથ્થાને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુની તપાસ હાલમાં ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500