Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માં વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તારમાં ગુલશન નગર પાસે ભૂસ્ખલન : શ્રદ્ધાળુઓની અવરજવર લગાવ્યો પ્રતિબંધ

  • August 17, 2024 

ગુરુવારે માં વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. ગુરુવારે સવારે લગભગ 11:00 વાગ્યે, માં વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તારમાં ગુલશન નગર પાસે ભૂસ્ખલન થયું હતું. ઘટના સમયે યાત્રા ચાલુ હતી પરંતુ સદભાગ્યે કોઈ યાત્રાળુને ઈજા થઈ નથી. ઘટના બાદ આ વિસ્તારમાં શ્રદ્ધાળુઓની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને પથ્થરો હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે સાંજ સુધી ચાલુ રહ્યું. સાંજે 7.00 વાગ્યે રસ્તો સાફ થતા વાહન વ્યવહાર ચાલુ થયો હતો.


આ રસ્તો બંધ હોવાથી ભક્તોને માં વૈષ્ણો દેવીના પ્રવેશ દ્વાર દર્શની દેવધીથી ચેતક ભવન થઈને નવા તારાકોટ માર્ગ તરફથી યાત્રા ચાલુ રાખવા માટે કહ્યું હતું. તેમજ, ગુરુવારે રાત્રે માં વૈષ્ણો દેવીની યાત્રા ચાલી રહી હતી ત્યારે પરંપરાગત માર્ગ પર દૂધબાર વિસ્તારમાં પણ અચાનક ભૂસ્ખલન થયું હતું. જેના કારણે 30થી 40 ફૂટ જેટલા રોડને નુકસાન થયું હતું. ટીન શેડના થાંભલા હવામાં લટકી ગયા હતા. આ ઘટના બાદ શ્રાઈન બોર્ડ પ્રશાસને નુકસાનગ્રસ્ત વિસ્તારને બેરિકેડ કરી દીધો હતો. ભૂસ્ખલન થયું હોવા છતાં પરંપરાગત માર્ગ પરથી ભક્તોની અવરજવર પર કોઈ અસર જોવા મળી નથી અને ભક્તો ઘોડા, પીટુ, પાલખી વગેરેની મદદથી તેમજ પગપાળા મંદિર તરફ આગળ વધ્ય હતા.


શ્રાઈન બોર્ડ પ્રશાસનને આ ક્ષતિગ્રસ્ત રસ્તાને સંપૂર્ણ રીતે રિપેર કરવામાં 10થી 15 દિવસનો સમય લાગી શકે છે. જો કે શ્રાઈન બોર્ડ દ્વારા તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે વરસાદ ન હોવા છતાં પણ ત્રિકુટા પર્વત પર વાદળો છવાયેલા હોવા છતાં સવારે લગભગ ત્રણથી ચાર કલાક ભક્તો માટે હેલિકોપ્ટર સેવા શરુ કરવામાં આવી હતી, જેનો ભાવિકોએ લાભ લીધો હતો. ત્યારબાદ ફરી ત્રિકુટા પર્વત પર વાદળો એકઠા થતા હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવી પડી હતી. ગુરુવારે 28,100 ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. જયારે શુક્રવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં લગભગ 20,500 ભક્તોને દર્શનનો લાભ મળ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News