Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં એક પરિવારની જમીન ઉપર ભૂમાફિયાઓનો કબજો, લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહીની માંગ

  • May 10, 2022 

વાલોડ ટાઉન સહિત તાલુકાભરમાં ભૂમાફિયા ગેંગ સક્રિય બન્યા છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યા છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે મહેસુલ વિભાગ દ્વારા લાલ આંખ કરી નિર્દોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે વાલોડમાં એક પરિવારની ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જોકે પરિવારજનોએ પોતાની જમીન પરત મેળવવા માટે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહીની માંગ કરી છે.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલોડ પાદર ફળીયામાં રહેતા ૭૬ વર્ષીય અબ્દુલ સમદ શેખુમીયાની ગામના બ્લોક નંબર ૯૫૭ ખાતા નંબર ૫૪૧, ક્ષેત્રફળ ૦-૦૩-૦૪ આકાર રૂપિયા ૦.૪૧ વાળી મિલકતમાં અબ્દુલભાઈની રહેણાંકના બે પાકા મકાનો ચાલી આવેલા છે. જે ગ્રામ પંચાયત દફતરે ઘર નંબર ૮૩૫/૩૬ થી નોંધાયેલ છે. મકાનને છોડીને મિલકતની ખેતી વિષયક જમીન ચાલી આવેલ છે. જેમાં શાકભાજીની ખેતી કરતા આવ્યા છે. અને બાકીના હિસ્સામાં ભેંસ, બકરી વગેરે ઢોરની પશુપાલન કરતા આવ્યા છે. અને પશુપાલન થકી સારી એવી આવક થતી હોય છે. અબ્દુલ શેખુમીયાના જણાવ્યા અનુસાર તેઓની ખેતીની જમીનની પૂર્વ દિશામાં (૧) જાવેદખાન પઠાણ (૨) ખલીલ શેખ વિગેરેના મકાનો ચાલી આવેલ છે. જે જમીનમાં હક કિસ્સો હોતો નથી.


બંને જણાએ અબ્દુલભાઈની વડીલોપાર્જિત માલિકીની જમીનમાં જબરદસ્તી ધાક ધમકી આપીને કબજો કરી ગેરકાયદેસરનું બાંધકામ કર્યું છે. ખેતીની જમીનમાં જબરદસ્તીથી ગેરકાયદેસરના બાંધકામો કર્યા છે. તેમજ અબ્દુલ શેખુમીયાની જમીનની ઉત્તર દિશા તરફ શોપિંગ અને રસ્તાની ઉપર ગેર કાયદેસરનું બાંધકામ કર્યું છે.જેથી કરી જમીનમાં ના તો શાકભાજીની ખેતી કરી શકીએ ના તો પશુપાલનનો ધંધો કરી શકતા છે. જેથી કરીને ઘણું આર્થીક નુકશાન સહન કરવું પડતું હોવાનું અબ્દુલભાઈ જણાવ્યું હતું. એટલું જ નહીં જમીન પચાવી પાડનારા લોકો રાજકીય લાગવગ ધરાવતા હોવાનું જણાવી જમીનમાં જબરદસ્તી ગેરકાયદેસર કબજો કરી જાનથી મારી નાંખવાની ધમકી અબ્દુલ સમદ શેખુમીયાને આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે સ્થાનિક તંત્રના પ્રમાણિક અધિકારીઓ આ બાબતને ગંભીરતા લઇ ન્યાયના હિતમાં નિર્ણય લે તે જરૂરી બન્યું છે.જોકે અબ્દુલ સમદ શેખુમીયાએ કસુરવારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની કાર્યવાહી કરવાની માંગ સાથે સંબંધિત વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application