Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી માથાકુટમાં તમામ આરોપીઓનાં જમીન મંજુર

  • March 21, 2024 

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ મારામારીના કેસમાં તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજુર કરી છે. પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં 5 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 5 આરોપીઓની CCTVના આધારે ધરપકડ કરી હતી. જો કે, પોલીસને ઠોસ પુરાવા મળ્યા નહોતા. ત્યારે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. દંડા કોણે માર્યા તે અંગે પોલીસ પાસે પુરાવા નથી. પોલીસે CCTVના આધારે આરોપીઓને પકડ્યા હતા. કેસમાં સીધી રીતે ગુનો પુરવાર ના થતો હોવાનો તેમજ FIRમાં આરોપીઓના ચોક્કસ નામ ના હોવાનું આરોપીના વકીલ જણાવ્યું છે. હાલ કોર્ટે તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application