Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલપ્રદેશનાં લાહૌલ-સ્પિતિ જિલ્લાનાં લિંડુર ગામની જમીનોમાં તિરાડો પડી, તિરાડો પડેલ ઘરોને તાત્કાલિક ધોરણે રહેવા માટે અસલામત જાહેર કરાયા

  • July 09, 2024 

હિમાચલપ્રદેશનાં લાહૌલ-સ્પિતિ જિલ્લામાં બીજું જોશીમઠ બની રહ્યું છે. આ જિલ્લાનાં લિંડુર ગામની જમીનોમાં તિરાડો પડી ગઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ ગામનાં 14માંથી સાત ઘરોમાં તિરાડ પડી ગઈ હતી. ચારેય ઘરોને તાત્કાલિક ધોરણે રહેવા માટે અસલામત જાહેર કરવામાં આવ્યા હતા. લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈએ વસેલા આ ગામડામાં જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને આઇઆઇટી મંડીની ટીમે પણ અભ્યાસ કર્યો હતો અને તેનો રિપોર્ટ સરકારનો સોંપ્યો હતો. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ગામના તરત જ રિલોકેટ કરવાની જરૂરિયાત છે. તેનું કારણ એ છે કે ગામના બરોબર ઉપર આવેલા પાંચ કુવાઓમાંથી પાણી ઝરી રહ્યું છે.


આ ગામની સાથે વહેતા જાહલામા નાળામાં સતત કપાતી જમીનના લીધે પણ જમીન ખસકી રહી છે. લિડૂર ગામમાં તિરાડોની વાત 2000ની સાલથી શરુ થાય છે. આ વાત ગામના પ્રતિનિધિએ જીએસઆઈના અધિકારીએને જણાવી હતી. 2000 પછી આ તિરાડો દેખાઈ ન હતી. લિડૂર ગામ જાહલામા નાળાની જોડે વસેલું છે. આ નાળું ચંદ્રભાગા નદીની એક શાખા છે. અગાઉ જીએસઆઈએ અભ્યાસ કર્યો ત્યારે મોટાભાગની તિરાડો નાળાની આસપાસના વિસ્તારોમાં જોવા મળી. અહીં સતત ભૂસ્ખનના નિશાન હતા. માટી ખસકી જવાના નિશાન હતા.


11 હજાર ફૂટની ઊંચાઈએ પણ તિરાડો હતી. આગામી સમયમાં આ ગામ રિલોકેટ કરવું પડી શકે છે. વાસ્તવમાં આ ગામ જ્યાં વસ્યુ છે તે પ્રાચીન માટીનો ઢગલો છે. તે ગ્રેટ હિમાલયન રેન્જમાં છે. 10 હજાર ફૂટથી લઈને 15 હજાર ફૂટ સુધી ઊંચા પહાડ છે. ગામના ઉત્તર-પૂર્વમાં ગ્લેસિયરનું મોઢું છે. તેનું પાણી ઓગળીને જુદા-જુદા નાળાથી ગામ સુધી આવે છે. ગયા વર્ષે થયેલા અભ્યાસમાં તે બહાર આવ્યું છે કે આ વિસ્તાર ગમે ત્યારે મોટા ભૂસ્ખલનની ઝપેટમાં આવી શકે છે. ખેતીની જમીન અને ઢોળાવો પર વધુ તિરાડો દેખાય છે. ગયા વર્ષે કેટલાક ઘરોમાં પણ તિરાડ દેખાઈ હતી. આ ગામની પાસે એવા બે સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે જ્યાં આકસ્મિક અને ઘણી વખત ભૂસ્ખલન થાય છે. તેનું અંતર ગામથી માત્ર 250થી 300 મીટર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application